જેતપર ઉપવાસ આંદોલનમાં વધુ એકની તબિયત લથડી, રાત્રે ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરી



મોરબીના જેતપર ગામે ઉપવાસ આંદોલન સતત ચાલી રહ્યું છે અગાઉ બે પુરુષ અને બે મહિલા આંદોલનકારીની તબિયત લથડી હોવા છતાં આંદોલન અવિરત ચાલી રહ્યું છે જેમાં ગત રાત્રીના વધુ એક ઉપવાસી નેહુલ અમૃતિયા વોશરોમો ગયા ત્યારે ચક્કર આવતા પડી ગયા હતા જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા
તેમજ જેતપર ઉપવાસી છાવણીમાં જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ રાત્રીના પહોંચ્યા હતા જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસવડા અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી અને ગાંધીનગરમાં વાટાઘાટો માટે ખેડૂતોને આમંત્રણ આપ્યું હતું જોકે ખેડૂતોએ હાલ ગાંધીનગર નહિ જઈએ તેવો સ્પષ્ટ નિર્ણય લીધો હતો

