


રવિરાજ ચોકડી પાસે ટ્રકમાં હવા ભરતી વખતે ટાયર ફાટ્યું હતું અને યુવાનને ઈજા પહોંચતા સ્થળ પર મોત થયું હતું પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે
મોરબીની રવિરાજ ચોકડી ગુરુ ગોવિંદ ટાટા શો રૂમ પાસે રહેતા અનુજરાધા કિશન નાગર (ઉ.વ.૩૪) નામના યુવાન ગત તા. ૨૩ ના રાત્રીના ટ્રકમાં હવા ભરતા હતા અને અચાનક ટાયર ફાટ્યું હતું જેથી યુવાનને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે