મોરબીમાં રક્ષાબંધન પર્વ નિમિતે કલાત્મક રાખડી બનાવવાની સ્પર્ધા યોજાશે

        12 ઓગસ્ટ આંતર રાષ્ટ્રીય યુવા દિવસે આવતા રક્ષાબંધન નાં પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે 

     રક્ષાબંધન ( રક્ષાકવચ, રક્ષાસૂત્ર) નાં પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવવા ની સ્પર્ધા એટલે  “આપણી સંસ્કૃતિ,આપણો વારસો. આપણી કલા, આપણી ઓળખ” નું આયોજન એટલે કે સ્વનિર્ભર  બનવા ની તાલીમ. 

    આ સ્પર્ધા માં  સ્પર્ધકો એ કલાત્મક રાખડી  બનાવવા માટે જરૂરી સામગ્રી તથા રાખડી બનાવતાં શીખવતાં હોય તેનો વિડીયો બનાવી નીચે દર્શાવેલ કોઈપણ ( 1 ) એક વૉટ્સેપ  નંબર પર મોકલી આપો  98249 12230 , 97279 86386 

      આ રાખડી સ્પર્ધા માં  કેટેગરી મુજબ ભાગ લેવાં નિમંત્રણ આપવામાં આવે છે દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવા માં આવશે

     આ રાખડી બનાવવા ની સ્પર્ધા માં શ્રેષ્ઠ કલાકૃતિ નાં સર્જન બદલ સિલ્ડ તથા પ્રમાણપત્ર આપવા માં આવશે. કેટેગરી માં શ્રેષ્ઠ સ્પર્ધકો નાં વિડીયો CSC MORBi “આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી” “आर्यभट्ट”लोक विज्ञान केन्द्र  मोरबी, ફેસબુક, તથા યુટ્યુબ પર થી જોઈ શકો છો  

આપ સૌ  રાખડી બનાવો – સ્વનિર્ભર બનો માં ભાગ લઈ શકો છો

કેટેગરી:-1 ધોરણ:-1 ,2, 3, 4

કેટેગરી:-2 ધોરણ:-5, 6, 7, 8

કેટેગરી:-3 ધોરણ:-9, 10, 11, 12

કેટેગરી:-4 કોલેજ સ્ટુડન્ટ, શિક્ષકમિત્રો, તજજ્ઞો,  વાલીશ્રીઓ વગેરે..

   આ રાખડી બનાવો  સ્પર્ધા માં ભાગ લેવા માટે ની છેલ્લી તા 12મી ઓગસ્ટ સાંજે 6=00 સુધી આપનો કલાત્મક રાખડી બનાવતાં શિખવતો  વિડીયો બનાવી મોકલી શકો છો  

Leave A Reply

Your email address will not be published.