હિરાસર એરપોર્ટ ઉપર ફોર વ્હીલ વાહનો પાસે વઘુ રકમ ઉઘરાવી ઉઘાડી લૂંટના આક્ષેપ

રાજકોટ હીરાસર એરપોર્ટ પર ફોર વ્હીલ વાહન ચાલકો પાસેથી વધુ રકમ પડાવી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે

એરપોર્ટ ઉપર અવાર નવાર ફોર વ્હીલ વાહનો લોકોને લેવા-મૂકવા જવાનું થતું હોય છે ત્યારે અન્ય એરપોર્ટની જેમ મીનીમમ ચાર્જ વસૂલવાને બદલે વઘારે ચાર્જ વસૂલવામાં આવે છે અન્ય એરપોર્ટ ખાતે મુસાફરને ડ્રોપ કરીને તુરંત નીકળી જવામાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી જયારે હીરાસર એરપોર્ટમાં વાહન એન્ટ્રી લે એટલે તુરંત ચાર્જ વસુલવામાં આવે છે જે ગેરકાયદેસર છે જેથી એરપોર્ટ ઓથોરીટીએ આવા ગેરકાયદેસર ઉઘરાવાતા ચાર્જ વસુલવાનું બંધ કરી પેસેન્જરને મુકીને તરત નીકળી જતા વાહનો પાસેથી ચાર્જ વસુલ ના કરવો જોઈએ તેમ કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી, કે ડી પડસુંબીયાની યાદીમાં જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.