રાજકોટની યુવતીએ મોરબીના યુવાનોને રાજકોટ બોલાવ્યા બાદમાં થયું એવું કે …..


મોરબીની કેમિકલ ફેકટરીમાં કામ કરતા દીપક સંજયભાઈને તેના મિત્ર પાસે રાજકોટમાં દિવ્યા ગુણવંતભાઈ મકવાણા નામની યુવતીનો નંબર મેળવ્યો હોય બાદમાં તેણે એક યુવતીનો ફોટો મોકલી તેની સાથે નાઈટ સેટલમેન્ટ માટે રાજકોટ બોલાવવામાં આવ્યા બાદમાં મોરબી રોડ પર લઇ ગયા હતા


વધુમાં બેડી ફાટક પાસે આવેલા કાચા રસ્તે લઈ જવામાં આવી હતી. જે બાદમાં અચાનક ત્રણ જેટલા અજાણ્યા વ્યક્તિ તે જગ્યાએ આવી પહોંચ્યા હતા અને અહીં શું કરો છો? અમારી ખાનગી જગ્યા છે. દારૂ તો નથી પીધો ને તેમ કહી દીપક અને શૈલેષ નામ મોઢાં સુંઘ્યા હતા. ત્રણ શખ્સો પૈકી એક શખ્સે અમારા ખેતરના કૂવા અંદરની પાંચ પાણીની મોટર ચોરાઈ ગઈ છે. જે તમે જ લઈ ગયા છો એવો આરોપ મૂકી બે લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી.તો બીજા બે શખ્સે બન્ને યુવકને મારમારી રૂ. ૨ લાખની માંગણી કરી હતી તથા તેના ખિસ્સામાં રહેલા ૬૫૦૦ રોકડ રકમ પડાવ્યા હતા. તેમજ એક મિત્રને ગોંધી રાખી બીજા મિત્રને મોકલી તેના એટીએમ કાર્ડ થકી રૂ. ૨૦,૦૦૦ ઉપડાવી લીધા હતા અને કુલ ૨૬,૫૦૦ પડાવી લીધા હતા.
આ બનાવ મામલે યુવાનોએ દિવ્યા મકવાણા, વિજય બાબુભાઈ ઉર્ફે નાગાજણભાઈ, ગુણવંતભાઈ રાજુભાઇ મકવાણા તેમજ અશોક વિરુદ્ધ કુવાડવા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો આ ઘટનામાં બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.