વાંકાનેરમાં ખનીજ ચોરો વિરુદ્ધ કાર્યવાહી, ૧.૨૦ કરોડના ચાર ડમ્પર જપ્ત

 

વાંકાનેર પંથકમાં ખનીજ ચોરો સામે પોલીસ સતત કામગીરી કરી રહી છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજ વહન કરતા ૧.૨૦ કરોડની કિમતના ચાર ડમ્પર કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જીલ્લા પોલીસવડા અને ડીવાયએસપીની ગેરકાયદે ખનીજ ખનન કરતા ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સુચના અન્વયે ટીમે વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે અને ઓવરલોડ ખનીજ વહન કરતા ચાર ડમ્પર જપ્ત કર્યા છે ડમ્પર જીજે ૦૮ એયુ ૭૧૨૪, જીજે ૦૩ બીવાય ૮૨૮૮, જીજે ૦૩ બીવાય ૭૯૫૩ અને જીજે ૧૧ વીવી ૯૬૯૫ એમ ચાર ડમ્પર કીમત રૂ ૧ કરોડ ૨૦ લાખના કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.