પ્રોહિબીશનના ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબી પેરોલ ફર્લો સ્કોડે પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીઓને પકડવાની અંતર્ગત એલસીબી પેરોલ સ્કોડએ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપી હરેશ રવજીભાઈ ઝાપડિયાને કુવાડવા ચોકડી માધવ હોટલ પાસેથી પકડી લઈને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો.

 

Leave A Reply

Your email address will not be published.