

આમરણ મુકામે પંડ્યા પરિવાર દ્વારા શ્રી બહુચરાજી મંદિરના પ્રાંગણમાં નવરાત્રી પર્વને 75 વર્ષ પૂર્ણ પ્રસંગે પ્લેટિનમ જયંતિ મહોત્સવ ઉજવાય રહ્યો છે.
ત્રીજા નોરતે મોરબી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ -ઉદ્યોગપતિ રાઘવજીભાઈ ગડારા, ઉદ્યોગપતિ મગનભાઈ કેશવભાઈ રૈયાણી, વિહીપ અગ્રણી ભરતભાઈ ભાલોડીયા, મોરબી તાલુકા ભાજપ અગ્રણી હસમુખભાઈ ગામી, ડાયમંડ નગરના સરપંચ રમેશભાઈ કાસુન્દ્રા, આમરણના સરપંચ નિર્મળાબેન અધેરા , કાળુભાઈ અઘેરા, ચંદુભાઈ કાસુન્દ્રા PA વગેરે મહાનુભાવોએ હાજરી આપી શ્રી બહુચરાજી કુમારીકા ગરબા મંડળના દર્શનનો લાભ લીધો હતો. ત્રીજા નોરતે આમંત્રિત જામ દુધઈનું ચામુંડા ગરબા મંડળ, લીખીયા પરિવાર મેલડી માતા ગરબી, ભરવાડ સમાજની ચામુંડા ગરબીની બાળાઓનો શ્રી બહુચરાજી ચોકમાં આસ્થાભેર ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.
દર્શનાર્થે પધારેલ મહાનુભાવોનું માતાજીનો ખેસ પહેરાવી તેમજ માતાજીની છબી સ્મૃતિ પ્રસાદ તરીકે અર્પણ કરી જાહેર સન્માન કરાયું હતું.

