


મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામો માં હાલ માં પીવામાં પાણીની ખુબજ મોટા પાયે સમસ્યાઓ રહેલ છે.આમાં કોઈકોઈ ગામ માં મહીને એક વાર એન તો કોઈ ગામમાં તો
પાણી જ ના આવે તેવી પરિસ્થિતિ હાલ પ્રવર્ત છે.અને ગામ લોકો ટેન્કર ના સહારે માંડમાંડ જીવે છે.
હાલ માં સરકાર દર્ર સૌની યોજના ને અમલ માં મુકને સોરાષ્ટ્ર ના દરેક ખેડૂત ના ખેતર સુધી પાણી પહોચાડવામાં આવશે.અને સોરાષ્ટ્ર માં સોનું પાકશે તેવી જાહેરાત કરેલ છે.તેવું લોકો કહી રહ્યા છે.પરતું આ જાહેરાત કેટલી ભ્રામક છે. તે ગામોની પરિસ્થિતિ જોતા ચોક્કસ જણાય આવે છે. જો પીવાનું પાણી પણ ના મળતું હોય તો સોરાષ્ટ્ર ના દરેક ખેતર ને પાણી કેવી રીતે પહોચી શકે તેવું લોકો કહી રહ્યા છે.
થોડાક ગામોની સ્થિતિ નીચે મુજબ છે.
૧.ટંકારા તાલુકા નું ગઝ્ડી ગામ કે ત્યાં ટેન્કર દ્રારા પાણી આપવામાં આવે છે.પરંતુ ગામની વસ્તી ના પર પ્રમાણ માં ગામ લોકો ના કહેવા મુજબ એકાતરા એક ટેન્કર પાણી આપવામાં આવે છે.જે દરરોજ ના ચાર ટેન્કર ની જરૂરિયાત ની સામે આપવામાં આવે છે.તેથી અપૂરતું પાણી મળવાને કારણે ગામ લોકો પરેશાન થય છે.અને જે ટેન્કરનું નું ઓપની ગામના એક કુવામાં નાખવામાં આવે છે.જે કુવામાંથી મહિલા ઓ દ્રારા સીચીને પાણી બહાર કાઢવામાં આવેશે.જે કુવાની ગરગડી ઓ પણ ખરાબ થયેલ છે.જે પાણી માં ગંદકી રહેલી છે.મહિલા કપડા પણ અહીજ ધોવામાં આવે છે. તે જ પાણી કુવામાં ભેગું થાય છે ભવિષ્ય માં રોગચાળો નીક્રવાનીપુરેપુરી શકયતા ઓં રહેલી છે.આવી પરિસ્થિતિ થી કંટાળી ને ઘણા ગામ લોકો ને અન્ય જગ્યાએથી બાઈક કે બળદ ગાડા માં પાણી લેવવાની ફરજ પડે છે.
૨.ટોળ તેવી જ સમસ્યા નું બીજા નંબર નું ગામ છે.જયા પીવાના પાણી નું દરરોજ નું એક ટેન્કર આવે છે જે એકવાર આવે છે.તેવું લોકોનું કહેવાનું છે.આ ગામ માં ૨૫૦૦ લોકો ની વસ્તી આવેલી છે .આ ઉપરાંત ૨૦૦૦ જેટલા નના મોટા પશુ ઓ પણ છે.અને આ ગામ માં ત્રણ દુધની ડેરી આવેલી છે.આ ગામમાં એક પાણી નો બોર પણ છે.પરતું આ બોર નું પાણી ઇવાલાય્ક નથી કે વાપરવા લાયક પણ નથી છતાં પણ ગામ લોકો ના છુટકે આ પાણી પોતનક પશુઓને પાય છે.અને આ ખરાબ પાણી ની અસર પશુઓ ઉપર થાય છે.આ સમસ્યા થી પરેશાન ગામ લોકો ના છુટકે વેચતા પાણી ના ટેન્કર મગાવે છે.અને જેને કારણે મોટો આથિક માર સહન કરવો પડે છે.આમ આ ગામ ના .લોકો પરેશાન થાય છે.
૩. જે અમરાપર ગામ ટંકારા તાલુકા નું ત્રીજા નંબર નું ગામ .જયા પીવાનું પાણી બિલકુલ આવતુજ નથી .તેવું ગામ લોકો નું કહેવું છે.જે ટેન્કર આવે છે.તે પણ અનિયમિત આવે છે.અને આ પરસ્થિતિ થી કંટાળી ને આ ગામ ના લોકોએ હવે પોતાના ઘમાં મોટા અડરગ્રોઉંન્ડ ટાંકા ઓ બનાવી ને પ્રાઇવેટ ટેન્કર વાળા પાસેથી વેચાતું પાણી લઈને પોતાના ટાંકા માં સ્ટોર કરે છે.અને તે પાણી વાપરે છે.આ ગામ ના લોકો એ ઉપર સુધી ખુબજ રજૂઆત કરેલ છે.પરંતુ તંત્ર ના બહેરા કાન સુધી આ અવાજ પહોચતોજ નથી અને તેનો કોઈ ઉકેલ પણ આવેલ નથી જેથી ગામ લોકોએ હવે સરકારના કઈ કરશે.નહિ તેવું માની લીધું છે.અમે સરકાર ની આશા છોડી દીધી છે.તેવું ગામ લોકોનું કહેવું છે.અને પોતાની રીતે વ્યવસ્થા કરવા માંડી છે.જેમાં આ દરેક ઘર ને રૂ.૬૦ થી ૯૦ હાજર સુધી નો ખર્ચ પણ થાય છે.અને લોકો પરેશાન છે.
આ સમસ્યા અંગે કાંતિલાલ ડી.બાવરવા એ સરકાર ને લેખિત રજૂઆત કરીછે.કે ટંકારા તાલુકા માં જીવનજરૂરિયાત વસ્તુ પાણી સરકાર તરફ થી લોકો ને પોતાની તરસ સંતોષાય તેવી લાગણી વ્યકત કરી છે.


