મોરબીમાં વ્યાજખોરી, જમીન પચાવી પાડવાના ગુનામાં સંડોવાયેલ ઇસમનું સરઘસ નીકળ્યું

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી પોલીસે ચેતવણી પણ આપી મોટી ઘટના બન્યા બાદ જ પોલીસ કેમ જાગે છે તેવો લોકોનો સવાલ

 

મોરબીમાં સોની યુવાનની હત્યા બાદ પોલીસ સામે આક્રોશ જોવા મળ્યો હતો મોરબી જ નહિ રાજકોટ અને વાંકાનેરની સોની બજારો બંધ રાખી પોલીસ કામગીરી સામે સવાલો ઉભા થયા હતા અને આખરે પોલીસ જાગી હતી અને બી કે બોરીચાનું આજે સરઘસ કાઢવામાં આવ્યું હતું

 

મોરબીમાં વ્યાજખોરી, દારુ અને જમીન પચાવી પાડવા સહીતના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ બી કે બોરીચાનું આજે શનાળા રોડ પર સરઘસ કાઢવામાં આવ્યું હતું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બી કે બોરીચાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જે અંગે ડીવાયએસપી જે એમ આલે જણાવ્યું હતું કે આરોપી બી કે બોરીચાના ઘરેથી બીયરનો જથ્થો મળી આવ્યો હતો આરોપી દારૂના ગુનાઓ ઉપરાંત વ્યાજ અને જમીન પચાવી પાડવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે આરોપીના મકાનમાંથી દસ્તાવેજો મળી આવતા તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે અને અંતમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી ચેતવણી ડીવાયએસપીએ આપી હતી

 

ઉલ્લેખનીય છે કે મોરબીમાં સોની યુવાનની હત્યા બાદ આક્રોશ જોવા મળ્યો હતો યુવાનના બેસણા બાદ મૌન રેલી યોજી લોકો રોડ પર બેસી ગયા હતા અને ભારે હંગામા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સમજાવટ તેમજ કડક કાર્યવાહીની ખાતરી બાદ લોકોનો રોષ શાંત પડ્યો હતો

Leave A Reply

Your email address will not be published.