

મોરબીના બેલા નજીક આવેલી પ્રિટીગ પ્રેસમાં કામ કરતી વેળાએ યુવાન મશીનરીમાં આવી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ મારુતિ પ્રિટીગ પ્રેસમાં કામ કરતા રણજીતકુમાર રાજપ્રસાદ ઉ.વ.૨૦ વાળો ગત તારીખ ૧ ના રોજ ફેકટરીમાં આવેલી પંચીગ મશીનરીમાં કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માત સર્જાતા તે ઘાયલ થયો હતો જેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ગત રાત્રીના સમયે મોત નીપજ્યું હતું જેની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે.


