

લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મોરબી સ્થીત કાઠીયાવાડ નિરાશ્રીત વૃધ્ધાશ્રમ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત દિવ્યાંગ અને સીનીયર સીટીઝનોને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મતદારો માટે ઇ.વી.એમ. અને વી.વી.પેટનું ડેમોસ્ટ્રેશન બતાવી મતદાન અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું
આ પ્રસંગે સ્લીપ નોડલ ઓફીસર અને જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયા, પ્રોબેશન ઓફીસર સુનીલ રાઠોડ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઇ શેરસીયા તથા સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા


