વસાહત પહેલા નું અતિ પ્રાચીન શિવાલય…. હળવદ નું પ્રાચીન સ્વયંભૂ નીલકંઠ મહાદેવ ખાતે સોમવારે વિવિધ કાર્યક્રમો યોજાશે…

( શહેર ની ઉત્તર દિશા એ આવેલા નીલકંઠ મહાદેવ શિવભક્તો માટે આજે આસ્થા નું પ્રતીક બની ગયું છે )
આજે શ્રાવણ માસ ના ત્રીજા સોમવારે છોટા કાશી ની ઉપમા ધરાવતા હળવદ શહેર ની વસાહત પહેલા શહેર ની ઉત્તર દિશા એ આવેલું અતિ પ્રાચીન અને વિવિધ ચમત્કારો થી ભરપૂર ગણાતું શામ્બ સદાશિવ નીલકંઠ મહાદેવ મંદિર આજે શહેર ઉપરાંત રાજ્ય અને વિવિધ દેશ માં વસતા હળવદ વાસીઓ માટે આસ્થા નું પ્રતીક બની ચૂક્યું છે સોમવારે વ્હેલી સવાર થી અનેક ધાર્મિક કાર્યક્રમો ના આયોજન કરવામાં આવશે
લોકવાયકા મુજબ કહેવાય છે કે દરેક ભાવિકો આ શિવાલય ખાતે ગમેતેવી માનતા લાઇ ને આવે તો ભોળાનાથ તે અવશ્ય પુરી કરે છે મંદિર માં ચમત્કારો ની વાત કરીએ તો વર્ષો પહેલા મંદિર સંકુલ માં  શિવલિંગ ઉપર રહેલા ચાંદી ના નાગ ને કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયા હતા અને માત્ર ચોવીસ કલાક માં જ ચાંદી ના નાગ ને મંદિર માં રેઢા મૂકી ને જતા રહયા હતા ત્યાર બાદ અમુક વર્ષો પછી પુન: ચાંદી ના નાગ અને છતર ની ચોરી કોઈ તસ્કર કરી ગયા હતા અને ચોરી કર્યા ની ગણતરી ની કલાકો માં જ તસ્કરો આ ચોરી કરેલી વસ્તુ મંદિર માં છાના ખૂણે આવી મંદિર પાછળ મૂકી ને નાસી ગયા હતા  આમ આ શિવાલય આજે પણ તેના ચમત્કાર માટે સારાય પંથક માં જાણીતું બની ચૂક્યું છે.
મેટર બોક્સ.  મંદિર સંકુલ માં આવેલા પાળિયાઓ નો અનોખો ઇતિહાસ..હળવદ ના સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર માં આવેલ પાળિયા નો ઇતિહાસ આ અનેરો છે કહેવાય છે કે આ પાળિયાઓ આહીર( ચાવડા) સમાજ ના રણબંકા ના છે જે આ મંદિર ના રક્ષણ કાજે ખપી ગયેલા આ પાળિયાઓ નું મહત્વ આજે પણ એટલુંજ જોવા મળે છે આ પાળિયા નેઆહીર( ચાવડા) સમાજ ના લોકો સમયાંતરે નિવેદ કરવા પ્રતિ વર્ષ અવશ્ય આવે છે શિલીલિંગ ની બાજુ માં આવેલ આ પાળિયાઓ ની નિત્ય પૂજા આરતી આજે પણ કરવામાં આવે છે.

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.