




ભારત વિકાસ પરિષદ – મોરબી શાખા દ્વારા ભારતીય સંસ્કૃતિના સંવર્ધન તથા પરંપરાગત હાલરડાંની અમૂલ્ય પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી હાલરડા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન તા. ૪/૧૦/૨૦૨૬ના રોજ નવયુગ પ્રિ-સ્કૂલ, લીલાપર રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી. કાંજિયા સાહેબ તથા રામધન આશ્રમના મહંતા શ્રી ભાવેશ્વરીબેન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પી.ડી. કાંજિયા સાહેબે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, બાળકના જીવનમાં હાલરડાનું વિશેષ મહત્વ છે. માતાના સ્નેહ, મમતા અને લાગણી સાથે ગવાતું હાલરડું બાળકના માનસિક અને ભાવનાત્મક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હાલરડાં માત્ર ગીત નથી પરંતુ આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ છે.
મહંતા શ્રી ભાવેશ્વરીબેને ભારતીય સંસ્કૃતિમાં હાલરડાંનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આપણી પરંપરાઓ અને લોકસંસ્કૃતિને જીવંત રાખવા માટે આવી સ્પર્ધાઓનું આયોજન ખૂબ જ જરૂરી છે. નવી પેઢી સુધી આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત પહોંચે અને માતૃશક્તિની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન મળે તે માટે આવા કાર્યક્રમો સતત યોજાતા રહે તે જરૂરી છે. સ્પર્ધામાં મોરબી નગરની કુલ ૧૮ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં રજૂ થયેલા હાલરડાંનું મૂલ્યાંકન નિર્ણાયક શ્રી અશ્વિનભાઈ બરાસરા તથા શ્રીમતી આરતીબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પર્ધાના પરિણામમાં:
🥇 પ્રથમ ક્રમ: અવંતિકાબેન યોગેશભાઈ રાણીપા
🥈 દ્વિતીય ક્રમ: અંજનાબેન ચંદુભાઈ નિમાવત
🥉 તૃતીય ક્રમ: પૂજાબેન રોનકભાઈ દવે
વિજેતા બહેનોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા તમામ સ્પર્ધકોને તેમની સુંદર રજૂઆત બદલ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.વિજેતા બહેનો ને પ્રોત્સાહન રૂપે પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા તેમજ અન્ય પ્રતિસ્પર્ધકો ને પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ – મોરબી શાખાના મહિલા સહભાગીતા વિભાગમાંથી કોમલબેન પનારા, પ્રજ્ઞાબેન જીવાણી, જ્યોત્સનાબેન કુંડારીયા, આરતીબેન ડાંગર, તેમજ રાજેશભાઈ ડાંગર, ડૉ જયેશભાઈ પનારા મહાદેવભાઈ રંગપડીયા, પંકજભાઈ ફેફર , કૌશિકભાઈ અઘારા,દિલીપભાઈ પરમાર, ખજાનચી હિરેનભાઈ ધોરીયાણી, સચિવ શ્રી વિશાલભાઈ બરાસરા અને પ્રમુખ શ્રી ચિરાગભાઈ હોથી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન દર્શનાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
ભારત વિકાસ પરિષદ – મોરબી શાખા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ, માતૃશક્તિ અને પરંપરાગત લોકસંસ્કૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમના સફળ આયોજન બદલ આયોજકોને ઉપસ્થિત મહાનુભાવો તથા સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




