

ડાયરેકટોરેટ ઓફ પ્રોસીક્યુશન ગુહ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તા. ૦૪ ને રવિવારે સવારે ૯ થી સાંજે ૫ : ૩૦ સુધી હોટેલ નેપ્ચ્યુન માનસિંહ ઇન, નેક્સસ સિનેમા કેમ્પસ મોરબી ખાતે લીગલ સેમીનાર યોજાશે
જે સેમીનાર નિયામક ડાયરેક્ટર પ્રોસીક્યુશન અંબાલાલ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાશે લીગલ સેમીનારમાં નકશા, ડ્રાઈંગ, ડેકલેરેશન, ઓળખ પરેડ અને પંચનામું પોક્સો સંબંધિત ગુના અંગે વ્યાખ્યાન આપવામાં આવશે તેમજ એન ડી પી એસ કેસ સંબંધિત ગુનાની તાલીમ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે તેમ જીલ્લા સરકારી વકીલ વી સી જાની, મદદનીશ સરકારી વકીલ એસ સી દવે અને મદદનીશ સરકારી વકીલ એન ડી કારિયાની યાદીમાં જણાવ્યું છે