

શહેરના સ્ટેશન રોડ પર આવેલ સુરજ્બાગ પાસે વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું અને વૃક્ષ રીક્ષા પર પડતા રીક્ષાનો બુકડો બોલી ગયો હતો અને રીક્ષામાં સવાર બે વ્યક્તિને ઈજા પહોચી હતી
મોરબી શહેરના સુરજબાગનું રીનોવેશન ચાલી રહ્યું છે અને આજે સાંજના સમયે કોઈ કારણોસર મોટું વૃક્ષ પડ્યું હતું વિશાળ વૃક્ષ ધરાશાયી થઈને તૂટી પડતા પસાર થતી એક રીક્ષા પર પડ્યું હતું રીક્ષામાં બે વ્યક્તિ સવાર હતા જેને સામાન્ય ઈજા પહોંચી હતી વૃક્ષ તૂટી પડતા સ્થાનિકો એકત્ર થયા હતા અને રીક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા રોડ પર વૃક્ષ પડતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી જેથી ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો વિશાળ વૃક્ષ તૂટી પડતા આજે મોટી દુર્ઘટના સહજમાં ટળી હતી




