

વાંકાનેરના સીમ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હોય અને બળદનું મારણ કર્યાના બનાવને પગલે દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પીંજરું મુકવામાં આવ્યું છે
વાંકાનેરના જાલસીકા ગામની સીમમાં દીપડાએ બળદનું મારણ કર્યું હતું જે બનાવને પગલે ગામના સરપંચ હરભમભાઈ અને ગ્રામજનો સ્થળ પર દોડી ગયા હતા તેમજ વન વિભાગની ટીમને તાકીદે જાણ કરાઈ હતી દીપડાએ દેખા દેતા ગ્રામજનો ભયભીત જોવા મળ્યા હતા તો રાત્રીના સમયે ખેડૂતોને ખેતરમાં કામ માટે જતા હોય ત્યારે દીપડાના ભયથી ગ્રામજનો ભયભીત જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વન વિભાગે દીપડાને ઝડપી લેવા પાંજરું મુક્યું છે ત્યારે હવે દીપડો પાંજરે પુરાય છે કે નહિ તે જોવું રહ્યું

