


વાંકાનેરના સરતાનપર રોડ પર રાતાવીરડા ગામ નજીક આજે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ટ્રક પલટી મારી ગયા બાદ બે રાહદારી તેની અડફેટે આવી ગયા હતા અને ટ્રક નીચે કચડાઈ જતા એક યુવાનનું મોત થયું હતું તો અન્ય યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના રાતાવીરડા ગામ નજીકથી પસાર થતો ટ્રક કોઈ કારણોસર પલટી મારી ગયો હતો અને ટ્રક પલટી મારી જતા તે વેળાએ રોડ પરથી બે રાહદારી યુવાન પસાર થતા હોય તેના પર ટ્રક પડ્યો હતો જેના પગલે એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું તો અન્ય યુવાનને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો
જે બનાવ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ મંગેલાલ ગુરુભાઈ આંબલીયા (ઉ.વ.૪૫) નામના આધેડનું મોત થયું હતું જયારે અન્ય યુવાન વિક્રમ માનસિંગને ઈજા થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે વાંકાનેર પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે