હળવદના ચરાડવા નજીકના ગુરુકુળમાંથી ૧.૧૧ લાખની ચોરીની ફરિયાદ, જુઓ સીસીટીવી ફૂટેજ…

        હળવદના શૈક્ષણિક સંકુલમાં તસ્કરોએ હાથ ફેરો કરીને ચાર ઇસમોએ શાળાની ઓફિસમાંથી રોકડા ૧.૧૧ લાખની ચોરી કરી હોય જે મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

        શાસ્ત્રી લક્ષ્મીનારાયણ ગુરુ લક્ષ્મી પ્રસાદદાસ ઉર્ફે લલીતભાઈ મકનભાઈ પટેલ સંસ્થાપક એસ એસ સંકુલ ચરાડવા ગુરુકુળ વાળાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૨૨ ના રાત્રીના ૧૨ : ૩૦ થી ૨ વાગ્યા દરમિયાન અજાણ્યા ચાર ઇસમોએ ચરાડવા એસ એસ સંકુલના સ્કૂલ વિભાગમાં બાથરૂમના દરવાજાનું હેન્ડલ તોડી અંદર પ્રવેશ કરી ઓફીસના દરવાજા લોક તોડી ટેબલના ખાનામાં રાખેલ રૂ ૧,૧૧,૦૦૦ ની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે સમગ્ર બનાવ શાળા સંકુલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.