એમ.ડી.એચ. મસાલાના ચેરમેન મહર્ષિ દયાનંદની પવિત્ર જન્મભૂમીની મુલાકાતે

ટંકારમાંએક જ્યોત મહર્ષી દયાનંદરૂપી પ્રગતી ત્યાથી મથુરા, ત્યાથી સિલાય દ્વારા અને ત્યાથી મુંબઈ પહોચી અને વિશ્વભરમાં ફેલાઈ ગઈતે દિવ્યજ્યોત જ્યાથી પ્રગતી અને પવિત્ર જન્મભૂમિના દર્શને આવ્યો છું. અને મોટરકાર માથી ઉતરી ટંકારની પવિત્ર રજને માથે ચડાવી કૃથાર્થ થયો છું. ભારતભરમાં પ્રખ્યાત MDH માસાલા કંપનીના ૯૬ વર્ષના પદ્મભુષણ શ્રીધર્મપાલજીએ આંખમાં હર્ષાયું સાથે જણાવેલ કે પ્રખર આર્ય સમાજ MDH મસાલા ના ચેરમેન અને પદ્મભુષણ ધર્મપાલજીનું શ્રીમહર્ષી દયાનંદ સ્મારક ટ્રસ્ટનાં અજય સહગલ, હસમુખભાઇ પરમાર ગાંધીધામ આર્યસમાજના વાચાનીધી આર્ય સમાજના રાજકોટના રણજીતસિંહ પરમાર ગુજરાત આર્ય સમાજ પ્રતીનીધી સભાના પ્રમુખ ધર્મપાલજી આચાર્ય રામદેવજી, રમેશભાઈ મહેતા ઉપદેશક વિધાલયના વિધાર્થીઓ આર્ય સમાજની મહિલા બહેનો. આર્ય સમાજ તથા ટંકારના ગ્રામજનો દ્વારા બેન્ડ વાજા સાથે કરાયેલ.

આચાર્ય રામદેવજી દ્વારા કુમ-કુમ તિલક કરી ધર્મપાલજી નું સ્વાગત કરાયેલ દૈનિક યજ્ઞમાં ભાગ લઈ આહુતિ આપેલ આર્ય સમાજ કચ્છ દ્વારા કચ્છી પાઘડી પહેરાવી સન્માનીત કરાયેલ. ટ્રષ્ટ તથા આર્યસમાજ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયેલ.
આ પ્રસંગે ધર્મપાલજીએ જણાવ્યુ કે પાંચ વર્ષ નો થયો ત્યારથી મારી આંગળી આર્યસમાજે પકડી છે. પાંચ વર્ષનો સિલાયકોટ હતો. અખંડ ભારતના ભાગલા પડ્યા અને દિલ્હીમાં આવ્યો.
ટાંગાવાળા તરીકે કામશરું કર્યું પણ તેનાથી મહર્ષી દયાનંદના કાર્યો નહી થઈ તેમ લાગતાં વડવાઓ તો મસાલાનો વેપાર શરૂ કર્યો. શુદ્ધતા અને પ્રમાણીતતા થી MDH મસાલા નો વેપાર દેશભર માંપ્રખ્યાત થયો. મહર્ષી દયાનંદ ના વિચારો અને કાર્યો માટે આર્ય સમાજો અને તેની સંસ્થાઓ તેમ ધર્મપાલજીએ જણાવેલ.

૯૬ વર્ષના ધર્મપાલજીએ જણાવ્યુ કે ૧૦૦ વર્ષ તો પૂરા કરીશ પરંતુ તેનાથી વધુ વર્ષો જીવીશ તો મહર્ષી દયાનંદના કાર્યો કરતો રહીશ. ટંકારા ની પવિત્ર જન્મભૂમિના દર્શન થી મને નથી ઉર્જા જોમ મળેલ છે. સૌરાષ્ટ્ર માં મસાલા માટે ઇન્ડસ્ટ્રીજ સ્થાપવા માટે સર્વે કરાયો તેમ વિનય આર્યે જણાવેલ.ટંકારના માજી સરપંચ ધર્મેન્દ્ર ત્રિવેદી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયેલ. ટંકારમાં મહર્ષી દયાનંદ જન્મભૂમિ ની મુલાકાત લીધેલ. ટંકારા ટ્રષ્ટને વેદ ની ભેટ આપેલ છે. જેનો આચાર્ય રામદેવજીએ સ્વીકાર કરેલ. પદ્મભુષણ ધર્મપાલજીએ જણાવેલ કે મહર્ષી દયાનંદના કાર્યો તથા પ્રચાર પ્રસાર માટે આર્થીક સહયોગ અપાશે ૯૬ વર્ષની વયે પવિત્ર ભૂમિના દર્શનનો લાભ મળેલ તે માટે ભગવાનનો આભાર માનેલ છે

Leave A Reply

Your email address will not be published.