




વાંકાનેરના વડિયા વિસ્તારમાં દ્વારકાનગરીમાં પોતાના રહેણાંક મકાનમાં માદક પદાર્થ અફીણનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે એસ ઓ જી ટીમે અફીણના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેરના વડીયા વિસ્તારમાં દ્વારકાનગરીના રહેતા ધનશ્યામભાઈ ઉર્ફે ધોધુભા વશરામભાઈ માલણ પોતાના રહેણાંક મકાનમાં માદક પદાર્થ અફીણનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોવાની બાતમી મોરબી એસ ઓ જી ટીમને મળતા સ્થળ પર તપાસ કરતા ધનશ્યામભાઈ ઉર્ફે ધોધુભા પોતાના મકાનમાં અફીણનો જથ્થો ૬૯૩ ગ્રામ કીમત રૂ.૩,૪૬,૫૦૦ તથા મોબાઈલ કીમત રૂ.૧૦,૦૦૦ સાથે મળી આવતા તેને ઝડપી પાડી મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે


