




મોરબીના ભડિયાદ રોડ પર જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, મોરબીનાં ભડિયાદ રોડ પર જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી. આ દરમિયાન સ્થળ પરથી આરોપીઓ ત્રિલોકસીંગ દર્શનસીંગ સેંગર, રુષતમસિંગ મહેશપ્રતાપસિંગ સેંગર, દિલીપ બચ્ચનભાઇ પાંડે, બીટુસીંગ નાથુરામ ચૌહાણ, સતીષસીંગ સુરેન્દ્રસીંગ ભદોરીયા અને પ્રહલાદસીંગ જનકસીંગ બઘેરને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ગંજીપાનાના પાના અને રોકડા રૂ. ૧૨,૮૦૦ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
