




મોરબીના રવાપર રોડ પર પોલીસે દરોડો પાડીને ડબલ્યુ.બી.બી.એલ. (વીમેન બીગ બેશ લીગ) ની મહિલા ટી-૨૦ ક્રિકેટ મેચ પર રૂપિયાની હારજીતનો જુગાર રમી-રમાડી રહેલા બે ઇસમોને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય એક આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રવાપર રોડ પર આવેલા કાલીકાપ્લોટ ભવાની સોડાવાળી શેરીમાં રેડ કરી હતી. આ દરમિયાન આરોપી યુનુસભાઇ કાસમભાઇ દલવાણી અને ઇમ્તીયાઝ ઉર્ફે બાલો અબ્દુલભાઇ ચાનીયાએ અન્ય એક સાગરિત ફીરોજ માજોઠી સાથે મળીને SYS-W અને MLS-W વચ્ચે ચાલી રહેલી મહિલા ક્રિકેટ મેચ પર મોબાઈલ દ્વારા રનફેર અને હારજીતનો જુગાર રમી-રમાડી રહ્યા હોય તેમને પકડી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૮૦૦ તથા ૩૫,૦૦૦ ની કિંમતના બે મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૩૫,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હાજર નહીં મળેલ આરોપી ફિરોજ માજોઠીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
