શાપર નજીક લેબર કોલોનીના ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત

 

શાપર નજીક આવેલ ફેક્ટરીની લેબર કોલોનીના ત્રીજા માળેથી નીચે પડી જતા યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શાપર જેતપર રોડ પર આવેલ પોલેન્સ ગેનાઈટો સિરામિકની લેબર કોલોનીમાં રહેતા રાકેશ રામપ્રસાદ માલવીયા (ઉ.વ.૩૮) નામના યુવાન ગત તા. ૨૮ ના રોજ સવારના ૫ વાગ્યાના અરસામાં લેબર કોલોની નં ૨ ના ત્રીજા માળેથી કોઈ કારણોસર પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને સારવારમાં યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.