

મોરબી એસઓજી ટીમે શહેરના સ્ટેશન રોડ પર મોબાઈલ દુકાન ચલાવતા બે દુકાનદાર પાસેથી શંકાસ્પદ મોબાઈલનો જથ્થો મળી આવતા ૪૨ મોબાઈલ નંગ કબજે લઈને બંને દુકાનદારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી અને એ.આર. સી. સેલ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર અલગ અલગ બે દુકાન નીલકંઠ મોબાઈલ અને શિવ શક્તિ એસેસરીઝમાં ચેકિંગ કરતા દુકાનમાંથી અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ ૪૨ મળી આવ્યા હતા જે મોબાઈલના બીલ કે આધાર પુરાવાઓ બંને દુકાનદાર રજુ કરી શક્યા ના હતા જેથી આરોપીઓ ગજેન્દ્રસિંહ ભોપાલસિંહ ધવેશા રહે લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૩૦૨ સામાકાંઠે મોરબી ૨ અને વિષ્ણુ સમનારામજી ચૌધરી રહે વાવડી રોડ મોરબી વાળાને ઝડપી લઈને ૨૧ હજારની કિમતના ૪૨ મોબાઈલ નંગ કબજે લઈને એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

