ટંકારાના હરબટીયાળી ગામે ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત

 

હરબટીયાળી ગામની સીમમાં વાડીએ યુવાન મજુરી કામ કરતો હતો ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા યુવાનને હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું

 

મૂળ દાહોદના વતની હાલ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા મુકેશ કુબભાઈ વાખડી (ઉ.વ.૨૨) નામના યુવાન વાડીએ મજુરીકામ કરતો હતો ત્યારે ઝેરી જનાવર કરડી જતા બેભાન થયો હતો સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.