


મોરબીના નવલખી રોડ પર બીમારી સબબ અજાણ્યા પુરુષનું મોત
નવલખી રોડ પરથી અજાણ્યો પુરુષ બીમાર મળી આવતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો રાજકોટ સારવારમાં અજાણ્યા પુરુષનું મોત થયું છે
મોરબી શ્રદ્ધા પાર્ક સોસાયટી તરફ નવલખી રોડ પરથી અજાણ્યા પુરુષ આશરે ૪૦ વર્ષ વાળો બીમાર હાલતમાં મળી આવતા રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમીયાન મોત થયું હતું બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ આદરી છે તેમજ વાલીવારસની શોધખોળ હાથ ધરી છે
મોરબી : પરિવાર સાથે ફોન પર બોલાચાલી થતા યુવાને ગળેફાંસો ખાધો
મૂળ ઝારખંડના વતની યુવાન મોરબી ફેકટરીમાં કામ કરતો હતો જેને પરિવાર સાથે ફોનમાં વાતચીત દરમિયાન બોલાચાલી થતા મનોમન લાગી આવતા ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત થયું હતું
મૂળ ઝારખંડ હાલ મોરબીના ઘૂટું ગામની સીમમાં ડોનાંટો વિટ્રીફાઈડ કંપનીની લેબર કોલોનીમાં રહીને કામ કરતા ટુનટુનકુમાર બ્રમદેવ રાય નામના યુવાન ફેક્ટરી પાસે આવેલ કાચા માર્ગ પર ઝાડની ડાળી સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવકને પોતાના ઘરે પરિવાર સાથે ફોન પર વાત કરતી વખતે બોલાચાલી થઇ હતી અને મનોમન લાગી આવતા યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મોરબી : મમ્મી સાથે કપડા ધોવા ગયેલી બાળકીનો પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા મોત
બરવાળા ગામમાં મમ્મી સાથે નાની ખાડમાં કપડા ધોવા ગયેલી ૧૦ વર્ષની બાળકીનો પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું
મોરબીના બરવાળા ગામના રહેવાસી તનુબેન રાજુભાઈ દેલવાડીયા (ઉ..૧૦) નામની બાળકી ગત તા. ૨૨ ના રોજ બપોરે મમ્મી સાથે બરવાળા ગામમાં પાણીની નાની ખાડમાં કપડા ધોવા ગઈ હતી અને અકસ્માતે પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું મોરબી તાલુક પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે