


નીચી માંડલ ગામની સીમમાં આવેલ ફેકટરીના ગેસ પ્લાન્ટ પાસે મહિલા સફાઈ કરતી હતી ત્યારે ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું અકસ્માત બાદ ડમ્પર ટ્રક મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુક પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના નીચી માંડલ ગામે રહેતા દેવરાજ નરસિંહભાઈ સોલંકી (ઉ.વ.૩૩) વાળાએ ડમ્પર જીજે ૧૩ એએક્શ ૪૫૮૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના માતા અમરતબેન નીચી માંડલ ગામની સીમમાં આવેલ સીમેરો વિટ્રીફાઈડ કારખાનામાં ગેસ પ્લાન્ટ પાસે સફાઈ કામ કરતા હતા ત્યારે ડમ્પર ચાલકે પોતાનો ડમ્પર ટ્રક પુરઝડપે ચલાવી ફરિયાદીના માતા અમરતબેનને અડફેટે લઈને શરીરે કમર અને કમર નીચેના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું અકસ્માત સર્જી પોતાનો ડમ્પર ટ્રક સ્થળ પર મૂકી ડમ્પર ચાલક નાસી ગયો હતો તાલુકા પોલીસે ફરાર ડમ્પર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે