મોરબીની સરદાર પટેલ સોસાયટીના મકાનમાં જુગાર રમતા સાત ઝડપાયા, રૂ ૭.૮૫ લાખ રોકડ જપ્ત

 

રવાપરમાં આવેલ સરદાર પટેલ સોસાયટીના મકાનમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી પોલીસે જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૭,૮૫,૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબીના રવાપર ગામમાં સરદાર પટેલ સોસાયટીમાં રહેતા આરોપી જયદીપ ઉર્ફે લાલ ગોવિંદભાઈ બકુત્રા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા જયદીપ ઉર્ફે લાલ ગોવિંદભાઈ બકુત્રા, સંદીપ જગદીશભાઈ શેરશીયા, આશિષ ભગવાનજીભાઈ ડાંગર, ભાવિન ગીરીશભાઈ કારીયા, રાજેશ ઉર્ફે મુન્નાભાઈ ગોવિંદભાઈ બકુત્રા, કિશન દેવદાનભાઈ કુંભારવાડિયા અને ભાવેશ હીરાભાઈ જીલરીયા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૭,૮૫,૦૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.