ખેલ મહાકુંભ ૨૦૨૬: સ્વિમિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી પૃથ્વીરાજસિંહ જાડેજા જિલ્લામાં પ્રથમ ક્રમાંકે



ખેલ મહાકુંભ ૨૦૨૬ અંતર્ગત યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં મોરબી જિલ્લાના સાપર ગામના વતની પૃથ્વીરાજસિંહ જાડેજાએ ઝળહળતી સફળતા હાસિલ કરીને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.
હાલ નશાબંધી અને આબકારી ખાતામાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્વિમિંગની ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ અને ૫૦ મીટર બેક સ્ટોક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ બંને સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને તેઓ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ નંબરે વિજેતા બન્યા છે. તેમની આ શાનદાર સિદ્ધિ બદલ સર્વત્રથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.