માળિયાના ખાખરેચી નજીક બીમારીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાધો

            ખાખરેચી નજીક આવેલ ફેક્ટરીની લેબર કોલોનીમાં બીમારીથી કંટાળી ૨૩ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે માળિયા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે

 

            મૂળ રાજસ્થાનના વતની હાલ માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં લેમીટ પેપરમિલની લેબર કોલોનીમાં રહીને કામ કરતા હરીશભાઈ ટોલિયાભાઈ મકવાણા (ઉ.વ.૨૩) નામના યુવાને પોતાની રૂમમાં પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસ પસેથ પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન એકાદ વર્ષથી બીમાર હતો અને દસ પંદર દિવસે દવાખાને બતાવવા જવું પડતું હતું જેથી બીમારીથી કંટાળી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધાનું ખુલ્યું છે

Leave A Reply

Your email address will not be published.