હળવદની વેગડવાવ ફાટક નજીક આઈસર ટ્રકે મોટર સાઈકલને હડફેટે લેતા વૃધ્ધાને ઈજા

હળવદના વેગડવાવ ગામ નજીક ફાટક પાસે આઈસરના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા વૃદ્ધાને ઈજા પહોચી હતી જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

હળવદના નવા વેગડવાવ ગામે રહેતા હરખાભાઇ છગનભાઈ હડીયલ એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે હરખાભાઇ થતા પત્ની તખુબેન મોટર સાઈકલ જીજે ૧૩ એસ ૯૨૧૬ લઈને જતા હોય દરમિયાન વેગડવાવ ફાટક નજીક આઈસર ટ્રક એમ એસ ૨૮ બી બી ૬૩૨૧ ના ચાલકે પુર ઝડપે પોતાનો ટ્રક ચલાવી હરખાભાઈના મોટર સાઈકલને હડફેટે લેતા તખુબેનને ગંભીર ઈજા પહોચી હતી જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.