

મોરબી જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સ્વચ્છતા હી સેવા’ની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાના આશયથી ખાસ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબીના બેઠા પુલ પાસે મચ્છુ નદીના કાંઠે જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ તકે પ્રભારી મંત્રી સહિત ઉપસ્થિત પદાધિકારીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓએ શ્રમદાન કરી નદી કાંઠા વિસ્તારની સફાઈ કરી હતી સ્વચ્છતા એ માત્ર એક દિવસની ઝુંબેશ નહીં પરંતુ આપણી દૈનિક જીવનશૈલીનો હિસ્સો બનવી જોઈએ. નદીઓ અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે તેમ મંત્રીએ જણાવ્યું હતું આ ઝુંબેશમાં મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, કમિશનર સંગીતા રૈયાણી, કોર્પોરેટરો, સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો અને સેવાભાવી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.



