મોરબીના સેવાભાવીઓ દ્વારા ભુજ નજીક માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

 

મોરબીના ગ્રીન ચોક, સાંકડી શેરીના સેવાભાવીઓ દ્વારા ૧૬ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષ પણ તા. ૦૪ થી ૦૭ સુધી ભુજથી ૧૩ કિમી નજીક દુધઈ રોડ, કંઢેરાયના પાટિયા પાસે, પધ્ધર ગામની બાજુમાં માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાશે

 

૧૬ વર્ષથી કેમ્પ સેવા કાર્યરત અને ૮ વર્ષ વાહન સેવા આપનાર સેવા કેમ્પમાં ભોજન, ચા નાસ્તો, પાણી, આરામ માટે વ્યવસ્થા અને પ્રાથમિક તબીબી સારવાર ઉપલબ્ધ રહેશે સેવા કેમ્પને સફળ બનાવવા સંસ્થાના અશ્વિનભાઈ ઉભડીયા, હિમાંશુ પારેખ, પ્રફુલભાઈ પાટડીયા, પારસ પટેલ અને મનુભાઈ બરાસરા સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે

 

Leave A Reply

Your email address will not be published.