હળવદના રણજીતગઢમાં શાળાએથી સાયકલ લઈને જતી બાળકી બેભાન થયા બાદ મોત

 

રણજીતગઢ ગામે શાળાએથી સાયકલ લઈને ઘરે જમવા જતી ૮ વર્ષની બાળકી બેભાન થઈને સાયકલ સહીત પડી જતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતી પ્રિયલ જયેશભાઈ સોન્ગ્રા (ઉ.વ.૮) વાળી બાળકી ગત તા. ૩૦ ના રોજ બપોરે એકાદ વાગ્યે રણજીતગઢ ગામની પ્રાથમિક શાળાએથી રીસેસમાં સાયકલ ચલાવી પોતાના ઘરે જમવા જતી હતી અને રસ્તામાં શેરીમાં બેભાન થઈને સાયકલ સહીત જમીન પર પડી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.