

મહેન્દ્રનગર ચોકડી નજીક રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં બાઈક સ્લીપ થતા માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર દરમીયાન યુવાનનું મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ચોટીલા તાલુકાનાઢોકળવા ગામ હાલ મોરબીના કુબેરનગર ભગવતી પાર્ક પાસે વાવડી રોડ પર રહેતા દીપકભાઈ નરશીભાઈ મોમૈયા (ઉ.વ.૩૬) નામના યુવાન ગત તા. ૧૨ ના રાત્રીના ત્રણેક વાગ્યે પોતાનું બાઈક જીજે ૦૪ બીએસ ૦૪૪૪ લઈને ઘરે જતા હતા ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ પર બાઈક સ્લીપ થતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો રાજકોટ હોસ્પીટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું સીટી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે