

મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૨૩ સપ્ટેમ્બર અને તા. ૨૫ ના રોજ થનાર ગણેશ વિસર્જન અંગે જાહેર જનતા માટે સુચના જાહેર કરવામાં આવી છે જેમાં ચાર સ્થળોએ મૂર્તિ કલેક્શન કરવામાં આવશે તેમજ મૂર્તિ વિસર્જન માટે લીલાપરથી વીરપર જતા રોડ પર ખાણ ખાતેનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે
મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરની યાદીમાં જણાવ્યા અનુસાર મહાનગરપાલિકા દ્વાર ગણેશ વિસર્જન માટે એમ પી સેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, વીસી હાઈસ્કૂલ પાસે, એલ ઈ કોલેજ ગ્રાઉન્ડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને શનાળા રોડ સ્કાય મોલ બાજુમાં એમ ચાર સ્થળોએ મૂર્તિ કલેક્શન કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા સૌ નાગરિકો અને ગણેશ મંડળીને નિયત કરેલા પીકઅપ પોઈન્ટ્સ અને વિસર્જન સ્થળની સુવિધાઓનો ઉપયોગ કરવા તેમજ તંત્રની ટીમને પૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે
આ વર્ષે વિસર્જન લીલાપરથી વીરપર જતા રોડ પર આવેલ ખાણ નક્કી કરવામાં આવી છે વિસર્જન સ્થળે જરૂરી તમામ સુવિધાઓ તેમજ સુરક્ષા વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે