

મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ વાડામાં બહારથી માણસો બોલાવી જુગાર પ્રવૃત્તિ ચાલતી હતી પોલીસે રેડ કરી આઠ જુગારીને ઝડપી લઈને રૂ ૧.૦૬ લાખનો મુદામાલ કબજે લીધો છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રપરા શેરી નં ૧૦-૧૧ વચ્ચે આવેલ વાડા (ગમાણ) માં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જુગાર રમતા પરેશભાઈ મનહરલાલ પાટડીયા, વિપુલભાઈ ખેંગારભાઈ ખીટ, રમેશભાઈ દેવાભાઈ લામકા, નીતિનભાઈ નાગજીભાઈ બજાણીયા, ભાલુભાઈ રતાભાઈ ખીટ, કાનજીભાઈ રામજીભાઈ પરમાર, રવિભાઈ દેવાભાઈ રાઠોડ અને આર્યન ભાલુભાઈ ખીટ એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૪૭,૯૯૦ અને ૭ મોબાઈલ કીમત રૂ ૫૮,૫૦૦ સહીત કુલ રૂ ૧,૦૬,૪૯૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે