

મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વૃક્ષ સાથે ગળેફાંસો ખાધેલ હાલતમાં નેપાળી યુવાનનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો સીટી એ ડીવીઝન પોલીસ મથકની સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યુવાનના આપઘાતથી ચકચાર મચી છે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની જાણીતી ઠાકર લોજના ક્વાર્ટરમાં રહેતા મનોજ થાપા ઉમર આશરે ૪૦ વર્ષના નેપાળી યુવાને મોરબી એ ડીવીઝન પોલીસ મથકની સામે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વૃક્ષ સાથે લટકી ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું મોડી રાત્રીના અથવા વહેલી સવારે યુવાને આપઘાત કર્યો હોય તેવી પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે