ટંકારાના ઘુનડા ગામની સીમમાંથી ૪૦ કિલો કોપર વાયરની ચોરી

 

ઘુનડા ગામની સીમમાં તળાવ/કુવામાં રહેલ ઓતરના પટ્ટી કેબલનો કોપર વાયરની ચોરી થઇ છે રૂ ૧૨ હજારની કિમતનો ૪૦ કિલોગ્રામ કોપર વાયર અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી જતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે રહેતા રમેશભાઈ ચતુરભાઈ ફૂલતરીયા (ઉ.વ.૫૮) નામના ખેડૂતે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને અન્યની ઘુનડા ગામની સીમમાં અદેપરના માર્ગે વાડી આવેલ છે જે વાડીમાં તળાવ/કુવામાં રહેલ મોટરના પટ્ટી કેબલનો કોપર વાયર આશરે ૩૪૦ ફૂટ જેનો આશરે વજન ૪૦ કિલો કીમત રૂ ૧૨,૦૦૦ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો હતો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.