


હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે પાટીદાર સમાજના યુવા જયેશભાઈ પટેલ તથા હળવદ શહેર ભાજપના પ્રમુખ તરીકે યશભાઈ પટેલની નવનિયુક્તિને લઈને હળવદ ખાતે Shine Cotspin Pvt. Ltd. અને Synnex Cotspin Pvt. Ltd. દ્વારા અભિવાદન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમારોહમાં બંને નવનિયુક્ત આગેવાનોનું સન્માન કરી તેમના નવા જવાબદારીભર્યા પદ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજકીય તથા સામાજિક ક્ષેત્રના આગેવાનો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિત જિલ્લા સંગઠનના આગેવાનોની ઉપસ્થિતિમાં જયેશભાઈ પટેલ અને યશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી જિલ્લા ડીજીપી વિજયભાઈ જાની, દિવ્યાંગ જશુભાઈ પટેલ, આસ્થા, સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી બંને નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી.
સમારોહ દરમિયાન ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા, હળવદના વિકાસના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા તેમજ ખેડૂતો અને નગરજનોના પ્રશ્નોના નિરાકરણ માટે નવી જવાબદારીઓ મહત્વપૂર્ણ સાબિત થશે તેવો રાજકીય સંદેશ પણ જોવા મળ્યો હતો. Shine Cotspin અને Synnex Cotspin ગ્રુપ દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં આગેવાનો અને મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત બંને આગેવાનોને સન્માનિત કરી તેમના આગામી જાહેર જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવતા સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
મયુર રાવલ હળવદ


