મોરબી-હળવદમાં ચાર સ્થળે જુગાર રેડ, મહિલાઓ સહીત જુગાર રમતા ૧૬ ઝડપાયા

 

મોરબી અને હળવદ પંથકમાં જુગાર ધમધમી રહ્યો છે પોલીસ ટીમો સતત રેડ કરી જુગારીઓને કાયદાનું ભાન કરાવી રહી છે જેમાં વધુ ચાર સ્થળોએ રેડ કરી પોલીસે મહિલાઓ સહીત કુલ ૧૬ ને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

 

પ્રથમ રેડ મોરબી તાલુકા પોલીસે નવલખી રોડ બ્રહ્મપૂરી સોસાયટી શેરી નં ૨ ના નાકે કરી હતી જાહેરમાં જુગાર રમતા મયુરભાઈ વસંતભાઈ ચાવડા, હાર્દિકભાઈ ભરતભાઈ દવે, કેતનભાઈ મનસુખભાઈ પંડ્યા, સોનલબેન અશ્વિનભાઈ ચાવડા, લાભબેન વસંતભાઈ ચાવડા અને દક્ષાબેન ધર્મેન્દ્રભાઈ ચાઉં એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૭૯૩૦ જપ્ત કરી છે બીજી રેડ હળવદ પોલીસે ટીકર ગામની સીમમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા રતિલાલ હરજીવન સીણોજીયા અને અનીલ રતિલાલ શેરશીયા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૨૩,૭૦૦ જપ્ત કરી છે

 

ત્રીજી રેડ બી ડીવીઝન પોલીસે મોરબી હળવદ રોડ આઈટીઆઈ નજીક કરી હતી જાહેરમાં જુગાર રમતા ભાવેશભાઈ ધનજીભાઈ સાવરીયા, અજય રમેશભાઈ સનાટ, પ્રકાશ ખેંગારભાઈ ડાભી અને રમણીકભાઈ મુળજીભાઈ સાવરીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૩૦૦ જપ્ત કરી છે ચોથી રેડ બી ડીવીઝન પોલીસે ઇન્દિરાનગર વિસ્તારમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા સુંદરજીભાઈ ગજુભાઈ સાતોલા, પ્રતાપભાઈ નથુભાઈ સાલાણી, સુખાભાઈ અમરશીભાઈ દેથરીયા અને સમીર નજીરમહમદ સંઘવાણી એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૪૦૦ જપ્ત કરી છે

 

 

Leave A Reply

Your email address will not be published.