

મોરબી તાલુકા પંથકમાં અપમૃત્યુના બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે જે બનાવો મામલે પોલીસ ટીમોએ તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં જમ્મુ કશ્મીરના રહેવાસી ગગનસિંગ ભજનસિંગ (ઉ.વ.૩૩) નામના યુવાન ગત તા. ૧૦ ના રોજ મોરબીના સાદુળકા ગામની સીમમાં સર્વોદય હોટેલ ખાતે પોતાની ગાડી આરજે ૨૦ જીસી ૨૩૫૧ ગાડી રાખી હતી અને ટ્રકની કેબીનમાં ગગનસિંગનું કોઈ કારણોસર મોત થયું હતું
બીજા બનાવમાં મૂળ દાહોદ હાલ મોરબીના નારણકા ગામના રહેવાસી કૈલાશબેન દેવેન્દ્રસ્કુમાર પસાયા નામની પરિણીતાના પતિ ફોનમાં વાત કરતા હોય અને કોઈ છોકરી સાથે ફોનમાં વાત કરતા હોવાનો શક વહેમ રાખી પતિ પાસેથી ફોન આંચકી લીધો હતો અને તોડી નાખ્યો જેથી પતિ સાથે બોલાચાલી થઇ હતી જેનું મનમાં લાગી આવત ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું
ત્રીજા બનાવમાં મોરબીના રાજપર ગામ નસીતપર રોડ પર રહેતા સંજય સંતોષભાઈ વર્મા (ઉ..૧૯) નામના યુવાન રાજપર ગામમાં આરવ પોલીપેક લેબર રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ત્રણેય બનાવો મામલે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે