જુના બસ સ્ટેન્ડ રોડ પર સ્કોર્પીઓ કારના ચાલકે સાયકલ સવારને ટક્કર મારી

 

મોરબીના નગર દરવાજાથી જુના બસ સ્ટેન્ડ જતા રોડ પર સ્કોર્પીઓ કારના ચાલકે સાયકલ સહીત વૃદ્ધને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં પડી જતા વૃદ્ધને ઈજા પહોંચતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

મોરબીની પારેખ શેરીમાં રહેતા વિવેક લલીતભાઈ દવે (ઉ.વ.૪૩) નામના આધેડે સ્કોર્પીઓ કાર જીજે ૦૩ એચઆર ૦૦૯૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ જુલાઈના રોજ બપોરે ફરિયાદીના પિતા લલીતભાઈ દવે પોતાની સાયકલ લઈને પ્રફુલ ભજીયા સામે સુધારા શેરી પાસેથી જતા હતા ત્યારે સ્કોર્પીઓ કારના ચાલકે સાયકલ સહીત હડફેટે લઈને રોડ પર પછાડી દીધા હતા જે અકસ્માતમાં લલીતભાઈ દવેને ઈજા પહોંચી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.