મોરબી મનપાના ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શનમાં બાળ મજુરી, એજન્સી માલિક વિરુદ્ધ ફરિયાદ

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શન કરવામાં આવતું હોય જે કામગીરીમાં બાળ શ્રમિકને કામે લગાડનાર અમદાવાદની એજન્સીના માલિક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

મોરબી સરકારી શ્રમ અધિકારી મીતેશકુમાર પરષોતમભાઈ જોષીએ આરોપી શ્રીજી એજન્સીઝના માલિક રમેશચંદ્ર ખીમાભાઈ ઝોરા રહે સિદ્ધિ વિનાયક ટાવર, ડીસીપી ઓફીસ પાછળ એસ.જી. હાઈવે અમદાવાદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે શ્રીજી એજન્સી દ્વારા મોરબી મહાનગરપાલિકામાં ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શનમાં ચાલતા કોન્ટ્રાકટમાં ૧૪ વર્ષથી ઓછી વય ધરાવતા બાળ શ્રમયોગી પાસે કામ લેવામાં આવતું હતું જેથી બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) ૧૯૮૬ (સને ૨૦૧૬ માં સુધાર્યા અનુસાર) એક્ટની કલમ ૩ તથા ૧૪ મુજબ ગુનો કર્યો છે મોરબી બી ડીવીઝન પોલીસે આરોપી કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.