હળવદ દુષ્કર્મના ગુનામા વચગાળાના જામીન પરથી ફરાર કેદીને એલસીબી ટીમે ઝડપી લીધો

 

હળવદ પોલીસ મથકમાં દુષ્કર્મના ગુનામાં રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો કેદી વચગાળાના જામીન મેળવી ફરાર થયો હતો જે ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા અને પેરોલ જંપ આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્સો ગુનામાં આરોપી જુસબ ઉર્ફે અચો ઉર્ફે અસ્લમ સલીમ નારેજા (ઉ.વ.૩૧) રહે હળવદ વાળાને મોરબી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા કરેલી હોય અને રાજકોટ જીલ્લા જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો જે આરોપીએ હાઈકોર્ટમાંથી ૯ દિવસના વચગાળાના જામીન રજા મેળવી જેલ મુક્ત થયો હતો અને તેને તા. ૧૯-૦૬ ના રોજ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ હાજર ના થઈને પેરોલ જંપ કર્યું હતું જે પેરોલ જંપ કરેલ ઇસમ જુસબ નારેજાને એલીબી ટીમે કાલિકા પ્લોટ મોરબી ખાતેથી ઝડપી લઈને રાજકોટ જીલ્લા જેલ હવાલે કર્યો છે

Leave A Reply

Your email address will not be published.