


નીડર અને બેદાગ છબી ધરાવતા અને છેલ્લા ત્રણ ત્રણ દાયકાઓથી પણ વધારે સમયથી મોરબી પંથકમાં પત્રકારત્વના માધ્યમથી અનેક લોકોની સમસ્યાઓને વાચા આપનાર, ઔદ્યોગિક, રાજકીય, સામાજીક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓને તટસ્થ રહી લોકો સુધી પહોંચાડનાર મોરબીના ખુબ જાણીતા સિનિયર પત્રકાર અને રાજકીય વિશ્લેષક “દાદા ” ના હુલામણા નામથી જાણીતા પ્રવિણભાઇ વ્યાસનો આજે તા 12/7 ના જન્મદિવસ છે.

પત્રકારત્વ ધર્મ નિભાવવા સાથે તેઓ વર્ષો સુધી માતબર અખબારો, મેગેઝીનોમાં પત્રકાર તરીકે સેવાઓ આપી ચુક્યા છે. મોરબી પ્રેસ એસોસિએશન, મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ, વ્યાસ પ્રગતિ મંડળ મોરબીમાં વર્ષો સુધી પ્રમુખ તરીકે ઉલ્લેખનીય સેવાઓ આપી ચુક્યા છે. રાજકીય વિશ્લેષક તરીકે પણ તેઓ ખુબ જાણીતા છે. અને 33 વર્ષ પત્રકારત્વ ક્ષેત્રે સેવાઓ આપનાર તેઓ આજે જીવન સફરના 68 વર્ષના પ્રારંભે પણ અડીખમ રહી સેવાઓ આપી રહ્યા છે. રાજકીય, ઔદ્યોગિક, સામાજીક, ધાર્મિક, સેવાભાવી સંસ્થાઓ અને મીડિયા ક્ષેત્ર સહીત વિશાળ મિત્રવર્તુળ ધરાવતા “દાદા” ના શુભચિંતકો તરફથી તેમના મો. 9825487412 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.