સૌરાષ્ટ્ર સહીત ૧૨ જીલ્લાના ખેડૂતો અને સરપંચ સાથે જેતપર ગામે બેઠક યોજાઈ, આંદોલન પાર્ટ ૩ અંગે ચર્ચા-વિચારણા

 

જેતપર ગામે ઉપવાસ આંદોલન પાર્ટ ૨ પૂર્ણ થયા બાદ તા. ૦૮ અને ૦૯ મેં બે દિવસ રાત્રીના સમગ્ર ગુજરાતના ખેડૂતો સાથે મીટીંગની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત ગત રાત્રે જેતપર ગામે મોરબી સહીત ૧૨ જીલ્લાના ખેડૂતો અને સરપંચોની મીટીંગ મળી હતી

 

જેતપર ઉપવાસી છાવણી ખાતે તા. ૦૮ ના રાત્રીના ૯ કલાકે ૧૨ જીલ્લાના ખેડૂતો એકત્ર થયા હતા મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠા એમ ૧૨ જીલ્લાના ખેડૂતો, તેમજ ૧૦૦ જેટલા ગામોના સરપંચો મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા જેતપર ખેડૂત સમિતિના નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે ૧૨ જીલ્લાના ખેડૂતો અને સરપંચોને બોલાવ્યા હતા સરપંચો પોતાના લેટરપેડ પર સરકારના પરિપત્રને અમાન્ય ગણાવતું લખાણ અને ખેડૂતોના નામ અને સહી સાથે જીલ્લા પ્રમાણે જમા કરાવી રહ્યા છે તેમજ તા. ૦૯ ના રાત્રીના ઉત્તર ગુજરાત, દક્ષીણ ગુજરાતના જીલ્લાના ખેડૂતોની મીટીંગ યોજાશે

 

Leave A Reply

Your email address will not be published.