ટંકારાના જબલપુર ગામના પાટિયે સ્કોર્પીઓ કારની ઠોકરે બાઈક ચાલક યુવાનને ઈજા

 

જબલપુર ગામના પાટિયા પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે સ્કોર્પીઓ કારના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને પગમાં તેમજ હાથ અને શરીરે ઈજા પહોંચી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

ટંકારાના કલ્યાણપર રોડ સરાણીયા વાસમાં રહેતા ગુલમામદ દરિયાખાન ચૌહાણ (ઉ.વ.૬૮) વાળાએ સ્કોર્પીઓ કાર જીજે ૩૬ એઆર ૦૬૮૬ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે સ્કોર્પીઓ કારના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટિયા પાસે ફરિયાદીના દીકરા જીગર ગુલમામદ ચૌહાણના બાઈક જીજે ૩૬ બીસી ૪૧૪૬ સાથે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા જીગરને પગના ભાગે ગંભીર ઈજા તેમજ હાથ અને શરીરે ઈજા પહોંચાડી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.