મોરબીના પ્રેમજીનગર ગામે હાથ ઉછીના આપેલ પૈસા પરતા લેવા જતા યુવાનને મારમાર્યો

 

મોરબીના પ્રેમજીનગર ગામના ઝાપા પાસે હાથ ઉછીના આપેલ પૈસા પરત લેવા જતા યુવાનને બે શખ્સોએ મારમારી ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે

મોરબીના પ્રેમજીનગર ગામે રહેતા સુરેશભાઈ દેવજીભાઈ ચાવડા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી જયેશભાઈ વેલજીભાઈ શેખવા ને આજથી આઠ મહિના પહેલા હાથ ઉછીના બે હજાર આપેલ તે માગવા આરોપી જયેશભાઈના ગેરેજ પાસે પાસે જતા આરોપી જયેશ વેલજીભાઈ શેખવા અને લાલો પોપટભાઈ રાણવા એ પાઈપ વડે સુરેશભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે

Leave A Reply

Your email address will not be published.